ઉમરગામ: ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિ દ્વારા થોડા સમય પહેલાં આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડને લઈને પારદર્શક, ન્યાયિક અને તટસ્થ તપાસ થાય એવી માંગ સાથે આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

મનીષભાઈ હળપતિ જે ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિના પ્રમુખ છે તેઓ જણાવે છે કે  ડેડીયાપાડા અને સાગબારા તાલુકાની એટીવીટી મીટીંગ જે ઘટના બની છે તે બિલકુલ અજુગતી છે ત્યારબાદ ધારાસભ્યશ્રી શ્રી ચૈતરભાઈ વસાવાની ધરપકડ કરવામાં આવી, સમગ્ર ઘટનાક્રમ દરમ્યાન પોલીસ વિભાગની કામગીરી શંકાસ્પદ રહી છે. પોલીસ વિભાગનું કામ શાંતિ, સલામતી અને કાયદો વ્યવસ્થા જાળવવાનું છે, સંયમ અને સંવેદનશીલતાથી કામ કરવાની જરૂર હતી, તેની જગ્યાએ આદિવાસી નેતાઓ જોડે અપમાનજનક ભાષામાં પોલીસ અધિકારીઓએ વાત કરી છે, અત્યાર સુધીની સમગ્ર કાર્યવાહીમાં કાયદા કાનુનનું ઉલ્લંધન થયુ છે જેનો સમસ્ત આદિવાસી સમાજ સખત વિરોધ કરે છે.

અમારી ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિ અને સમગ્ર ગુજરાતના આદિવાસી સમજની માંગણી છે કે સમગ્ર ઘટનાની પારદર્શક, ન્યાયિક અને તટસ્થ તપાસ કરવામાં આવે જે કોઈ કસુરવાર હોય તેને સજા આપવામાં આવે અને ન્યાય કરવામાં આવે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here