વાપી: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યના તમામ બિસ્માર રસ્તાઓની મરામત કામગીરી તાકીદે પૂર્ણ કરવા સૂચના આપતા બુધવારે વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશ્નર આસ્થા સોલંકી દ્વારા શહેરભરમાં માળખાગત સુવિધાઓ અને નાગરિકોની સુવિધા વધારવા માટે ચોમાસાની રૂતુ દરમ્યાન તૂટેલા માર્ગોનું હાથ ધરવામાં આવેલા રિપેર કાર્યની ચકાસણી કરવામાં આવી હતી.

Decision News ને મળેલ માહિતી મુજબ યુપીએલ બ્રિજને લાગુ આવેલ સર્વિસ રોડ,છીરી જ્ઞાન ગંગા સ્કૂલ તરફના રસ્તાની ચકાસણી કરવામાં આવી હતી.વધુમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે ચોમાસા પહેલા બનેલા રસ્તાઓની પણ ગુણવત્તાનું નિરીક્ષણ કરતા મેઘ મયૂર સોસાયટી તથા ધરમશી પાર્કના રસ્તાની ગુણવત્તા બાબતે મુલાકાત કરવામાં આવી હતી.જે મુલાકાતનો મુખ્ય હેતુ સરળ ટ્રાફિક પ્રવાહ સુનિશ્ચિત કરવો અને માર્ગ સલામતી વધારવાનો અને અકસ્માતો ઘટાડવાનો છે.

આમ વાપી મહાનગરપાલિકા શહેરના નાગરિકોને સારી માળખાગત સુવિધાઓ અને સેવાઓ પૂરી પાડવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.મુલાકાત દરમ્યાન ડેપ્યુટી કમિશ્નર સાથે મ્યુનિસિપલ ઇજનેર રેગન પટેલ તથા સિવિલ ઇજનેર રામચંદ્ર દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here