ચીખલી: DGVCL આઉટસોર્સિંગ FRTના કર્મચારીઓ સાથે થયેલ અન્યાય બાબતે અનંત પટેલની આગેવાનીમાં જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ, ખેરગામ યુથ કોંગ્રેસ પ્રમુખ પુરવભાઇ, ધરમપુર તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેશભાઇ પટેલ સહિતની ઉપસ્થિતિમાં ચીખલી રેફરલ હોસ્પિટલ પાસેથી રેલી કાઢી ચીખલી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ચીખલી મામલતદારને વિવિધ માંગ સાથે પાઠવેલ આવેદનપત્ર જણાવ્યાનુસાર સેફ્ટીના સાધનો આપવામાં આવતા નથી, પગાર સ્લીપ અપાતી નથી, વિમાની પોલિસી નંબર અને વીમો કપાઈને કેટલા મળશે તેની જાણ કરવામાં આવી નથી, પીએફ નંબર આપવામાં આવ્યો નથી અને કેટલું પીએફ કપાઈ તેની પણ જાણ કરવામાં આવતી નથી, ECIC નંબર આપવામાં આવ્યો નથી.
ટીમના વર્કરની વર્ષમાં કેટલી રજાઓ તેમજ સીએલ અને પીએલ કેટલી હોય તેની જાણ કરી નથી, એફઆરટી ટીમના એક વર્કરનો પગાર ઓન પેપર 22400 બતાવેલ છે અને કોન્ટ્રાક્ટર વર્કરને 16500 આપે છે તો પગાર ક્યાં કેટલો કપાય તેની જાણ કરતા નથી, જીવીની ગાડી પર ઓન પેપર 70,600 બતાવે છે અને 40,500 ચૂકવવામાં આવી રહ્યા હોવાની રજૂઆત કરી હતી. માંગ સંતોષવામાં ન આવે તો આવનાર સમયમાં વલસાડ ડિવિઝન અને સુરત મુખ્ય ઓફિસમાં પણ હલ્લાબોલ કરવામાં આવનાર હોવાની ચીમકી ઉચ્ચારી છે.

