પારડી: પારડી દમણીઝાંપાના બ્રિજ પાસે સર્વિસ રોડ પર ક્રેન ચાલકે રાહદારીને અડફેટેમાં લેતા ઘાવાયેલા રાહદારીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ક્રેન નંબર GJ-15-SV-0574 ના ચાલકે એક નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો.અકસ્માત બાદ ચાલક ક્રેન મૂકી ફરાર થઈ ગયો હતો.
પારડી નેશનલ હાઇવે નંબર 48 દમણીઝાંપાના બ્રિજ પાસે સર્વિસ રોડથી એક ક્રેન નંબર GJ-15-SV-0574નો ચાલક પૂરઝડપે અને ગફલત ભરી રીતે ક્રેન હંકારીને લઈ જઈ રહ્યો હતો ત્યારે રસ્તા પરથી ચાલતા જતાં દિનેશ છગનભાઈ રોહિત રહે વલસાડ નંદનવન ધનોરીગામને અડફેટે લઇ ક્રેનનું ટાયર ચઢાવી દેતા દિનેશભાઈને ગંભીર ઇજા પહોંચી હતી.
Decision News ને મળેલ માહિતી મુજબ ઘાયલ દિનેશભાઈને 108 મારફતે પ્રથમ પારડી CHC બાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. પારડી પોલીસે ક્રેન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

