પાલેજ: પાલેજ GIDC વિસ્તારમાં આવેલી સ્ટીલકો ગુજરાત લિમિટેડ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ પાલેજ પોલીસે ઉકેલ્યો છે. પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે. ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ પાલેજ પોલીસ સ્ટેશનના PI કે.આર.વ્યાસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.

કંપનીના જનરલ મેનેજરની ફરિયાદ મુજબ, આરોપીઓએ કંપનીની દીવાલ કૂદીને પ્રવેશ કર્યો હતો.Decision News ને મળેલ માહિતી મુજબ આરોપીઓએ કંપનીમાંથી ₹1.50 લાખની કિંમતના 100 મીટર પાવર કેબલ અને એર કોમ્પ્રેસરમાંથી ₹36,000ના કોપર કેબલની ચોરી કરી હતી. કુલ ₹1.86 લાખનો મુદ્દામાલ ચોરાયો હતો.

પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી તપાસ કરી. અ.પો.કો. કરશનસિંહ અને ટીમે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં અજય હરમનભાઇ વાદી, અજય મુકેશભાઇ વાદી, સન્ની નરેશભાઇ વસાવા અને યાકુબ અબ્દુલ કુકડાનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ પણ કબજે કર્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here