ધરમપુર: આજરોજ, બુધવાર, 16મી જુલાઈ, 2025 ના રોજ, બપોરે 12:30 કલાકે ધરમપુર તાલુકાની વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળામાં SMC (School Management Committee) ના હસ્તે “DIGIBANK” નો શુભારંભ કરવામાં આવ્યો.

શિક્ષકોનું કહેવું છે કે ડિજિટલ બચત બેંકનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને નાનપણથી જ નાણાકીય સાક્ષરતા અને બચતનું મહત્વ સમજાવવાનો છે. આનાથી તેમનામાં નાણાકીય શિસ્ત અને આયોજન બદ્ધ ખર્ચ કરવાની ટેવ પડશે. બાળકો ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા શીખશે, જે તેમની ટેકનોલોજીકલ કુશળતામાં વધારો કરશે.

વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળાનો આ પ્રોજેક્ટ દ્વારા બાળકો ભવિષ્યના સક્ષમ અને નાણાકીય રીતે જાગૃત નાગરિક બનશે. આ એક સકારાત્મક શરૂઆત છે જે આપણા બાળકોના જીવનમાં લાંબાગાળાના હકારાત્મક પરિવર્તનો લાવશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here