વલસાડ: વલસાડ જિલ્લામાં ગંભીર બ્રિજ અકસ્માત બાદ વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માની સૂચના મુજબ 235 બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. જિલ્લામાં કુલ 175 માઈનોર અને 165 મેજર બ્રિજ આવેલા છે. NHAI અને નેશનલ હાઈવે ઓથોરિટી સાથેની બેઠકમાં NH-56 પરના 5 મહત્વના બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ વાપી-શામળાજી હાઈવે પર દે ગામ પાસે રાતા ખાડી પરનો 50 વર્ષ જૂનો બ્રિજ જર્જરિત હાલતમાં છે. આ બ્રિજ માટે વાહનોને 10 કિલોમીટરનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ધરમપુરના કરંજવેરી ખાતે માન નદી પરનો 60 વર્ષ જૂનો બ્રિજ પણ ભારે વાહનો માટે બંધ કરાયો છે.

કાર અને અન્ય વાહનો માટે ટેસ્ટિંગ બાદ નિર્ણય લેવાશે.લીલાપોર બ્રિજ પર માત્ર સાઇકલ, બાઈક અને મોપેડની અવરજવર ચાલુ રાખવામાં આવી છે. આ 65 વર્ષ જૂના બ્રિજ પરથી અન્ય વાહનોને ઔરંગા નદીના મોટા પુલ તરફ વાળવામાં આવ્યા છે. સ્થાનિક લોકો, વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને 10 કિલોમીટરનો વધારાનો રસ્તો કાપવો પડે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here