નવસારી: નવસારી જિલ્લાના જીવનદાયી જૂજ ડેમમાં પાણીની સપાટી 167.55 મીટર સુધી પહોંચી છે. ડેમમાં 84.650 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ કારણે વહીવટી તંત્રએ વાંસદા, ચીખલી અને ગણદેવી તાલુકાના 23 નિચાણવાળા ગામોને એલર્ટ કર્યા છે.
વહીવટી તંત્રએ લોકોને નદીકિનારે ન જવા સૂચના આપી છે. જૂજ અને કેલીયા ડેમથી આખું વર્ષ ખેડૂતો અને ગ્રામજનોને પીવા તેમજ સિંચાઈ માટેનું પાણી મળી રહેશે. નવસારી જિલ્લામાં મુખ્યત્વે શેરડી, ડાંગર અને શાકભાજીની ખેતી થાય છે, જેમાં આ ડેમનું પાણી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

