નવસારી: નવસારીના કાર્યપાલક ઈજનેર કચેરી દ્વારા જાહેર સલામતીના ભાગરૂપે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. નવસારી-સુપા-બારડોલી રોડ પર કિલોમીટર 29/4થી 29/6 વચ્ચે પૂર્ણા નદી પર આવેલા બ્રિજ પર લોડ ટેસ્ટિંગ હાથ ધરવામાં આવશે. આ કામગીરી દરમિયાન તારીખ 16 જુલાઈથી 19 જુલાઈ 2025 સુધી ચાર દિવસ માટે બ્રિજ પરથી તમામ પ્રકારના વાહન વ્યવહાર અને રાહદારી માટે બંધ રહેશે.

 Decision News ને મળેલી માહિતી મુજબ વાહન ચાલકો માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે. બારડોલીથી નવસારી અને નવસારીથી બારડોલી જવા માટે ભૂતબંગલા સુપાથી પેરા થઈને ધોળાપીપળા ચોકડી-એન.એચ. 48 માર્ગનો ઉપયોગ કરી શકાશે.

કાર્યપાલક ઈજનેર કચેરી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ લોડ ટેસ્ટિંગ માત્ર જાહેર હિત માટે કરવામાં આવી રહ્યું છે. લોકોને બ્રિજ અંગે કોઈ અફવાઓ ન ફેલાવવા અને ઘબરાટ ન ફેલાવવા અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે નવસારી (મા×મ) વિભાગનો ટેલિફોન નંબર (02637) 258041 પર સંપર્ક કરી શકાય છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here