Decision News ને મળેલી માહિતી મુજબ જે તે સમયે ગૌરવ પથ ઉપર ચોમાસામાં પાણીના નિકાલનો પ્રશ્ન સર્જાતા ગૌરવ પથની ઘણી ટીકા થઈ હતી ફરી એને એજ માર્ગ ઉપર પાલિકાએ જુની સ્ટ્રીટ લાઇટ પોલ અને ડિવાઇડર હટાવી નવેસરથી એજ પ્રકારની કામગીરી કરી ત્રણ લાખ રૂપિયાના ખર્ચે કામગીરી કરવામાં આવી છે જેના ભાગ રૂપે શનિવારે રાત્રે ટ્રાફિક હળવો હોય રેડીમેડ પ્લાસ્ટિક સ્પીડ બ્રેકર લગાવવામાં આવ્યા હતા.

 

જો કે રવિવારે સવારે તમામ સ્પીડ બ્રેકરો વાહન પર પસાર થવાથી કચડાયેલી સ્થિતિમાં જોવા મળ્યા હતા. આ દ્રશ્યથી નગરજનો પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉપસ્થિત કર્યા છે. લોકોની ચર્ચા મુજબ લગાવવામાં આવેલા સ્પીડ બ્રેકર હલકી ગુણવત્તાવાળા તેમજ શૂટિંગ સેટમાં વપરાતાં સ્પીડ બ્રેકર લગાડવામાં આવ્યા હતા.