દક્ષિણ ગુજરાત: દેશની આઝાદીના આજે ૭૮ વર્ષ પૂર્ણ થયાં છે આ દેશના વિકાસમાં સૌથી મોટું યોગદાન હોય તો આ દેશના મજૂરો, ખેડૂત, આદિવાસી,દલિતો પછાત વર્ગોનું છે જે દક્ષિણ ગુજરાતમા નિર્માણ થયેલા ઉકાઇ, નર્મદા જેવા ડેમોમાં પોતાની જમીનો, ઘરો,ગામો પોતાનું બધું જ ગુમાવી ચૂક્યા છે ગુજરાતમાં બનેલી એક એક ઇમારત હોઈ કે પછી મોટા હાઇવે પ્રોજેક્ટ આ તમામમાં દક્ષિણ ગુજરાતના ઉમરગામ થી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારના મજૂરો, ખેડૂતો,આદિવાસીઓએ મહેનત અને મજૂરી કરી પોતાનો લોહી–પરસેવાના ટીપે ટીપે સ્વર્ણિમ ગુજરાતનો પાયો નાખ્યો છે ગુજરાતનો વિકાસ કર્યા છે અને ગુજરાતને સમૃદ્ધ કર્યું છે

પણ આજે ગુજરાતની સરકાર મજૂરો, ખેડૂતો, દલિતો, આદિવાસીઓના અધિકાર માટે કોઈ કાર્ય કરી રહી નથી એમના ઘરોને ગેરકાયદેસર રીતે બુલડોઝર નીચે કચડી રહી છે આદિવાસીઓની સંસ્કૃતિને નષ્ટ કરે છે જળ જંગલ અને જમીન પરના અધિકારોને છીનવી રહી છે, કંપનીઓમાં ન જેવી મજૂરી આપીને યુવાનોનું શોષણ કરવામાં આવી રહ્યું છે વન અધિકાર અધિનિયમ 2006ના અધિકારોથી વંચિત રાખી રહી છે મનરેગા જેવી યોજનાઓમાં કોભાંડ કરી આદિવાસીઓના નાણાં ખાઈને ભાજપના નેતાઓ તાગડધિન્ના કરી રહ્યા છે ભાજપની સરકાર આદિવાસીઓ પર અત્યાચાર કરી રહી છે શોષણ કરી રહી છે.

આદિવાસીઓના ન્યાય માટે સતત અવાજ બુલંદ કરતા ધારાસભ્ય ચૈતર વસાવા જેવા અવાજોને અને આદિવાસીઓને દબાવીને કચડી રહી છે ત્યારે અમને લાગે છે કે દક્ષિણ ગુજરાતના લોકો અઘોષિત કટોકટીમાં જીવન જીવી રહ્યા છે આદિવાસીઓના અવાજને પોલીસના દમનથી ચૂપ કરાવવામાં આવે છે, બંધારણના અધિકારો અને ન્યાય માટે નીકળતી રેલીઓને મંજૂરી આપવામાં આવતી નથી ધરણાં પ્રદશનની મંજૂરી આપવામાં આવતી નથી ન્યાય માટે રસ્તાઓ પર ઉતરતા આગેવાનો કોઈ વિરોધ પ્રદર્શન પહેલા ધરપકડ કરી લેવામાં આવે છે એમના પરિવારોને ધાક ધમકી આપવામાં આવે છે અને ચૂપ કરાવવામાં આવે છે આવી વ્યવસ્થા ઉભી કરીને ભાજપની ગુજરાત સરકારે પોલીસ અને પ્રશાસનના જોરે દક્ષિણ ગુજરાતના ઉમરગામ થી અંબાજી સુધીના વિસ્તારને બાનમાં લઈ લીધો છે કેદ કરી લીધો છે

લોકોની બંધારણય સ્વાતંત્રતા છીનવી લીધી છે તેવા સમયેજ બીજી તરફ ગુજરાતની ભાજપ સરકારની મીઠી નજર હેઠળ ગેરકાયદેસર કાર્ય કરનારા તત્વો સમગ્ર દક્ષિણ ગુજરાતના જળ જંગલ અને જમીનની ખનિજ સંપદાને લૂંટી રહ્યા છે,માટી ચોરી કરી રહ્યા છે,રેતી ચોરી કરી રહ્યા છે,દારૂબંધી હોવા છતાં દારૂ વેચીને બૂટલેગરો માલામાલ થઈ રહ્યા છે ગેરકાયદેસર કાર્ય કરનારાઓ ઓવરફ્લો બેનામી સંપત્તિ બનાવી રહ્યા છે અને પાછળના બારણેથી ગુજરાતની ભાજપ સરકારને મદદ કરીને ચલાવી રહ્યા છે

સાથીઓ આજે સમગ્ર દક્ષિણ ગુજરાતનો ઉમરગામ થી અંબાજી સુધીનો વિસ્તાર અઘોષિત કટોકટી સાથે કેદમાં છે ત્યારે ભાજપની સરકારની અંધકારમય કેદમાંથી આઝાદી અપાવવાની ઐતિહાસિક લડાઈમાં ગાંધીજી,બિરસા મુંડા,બાબા સાહેબ આંબેડકર,જયપાલસિંહ મુંડાના માર્ગે બંધારણય રીતે અહિંસક લડત વડે ભાજપની સરકાર સામે એક મજબૂત જન આંદોલન ઊભું કરવાનો સમય આવી ગયો છે દક્ષિણ ગુજરાતની ધરતીને ભાજપની કેદમાંથી આઝાદ કરવાનો સમય આવી ગયો છે માટે તમામ લોકોને આ જનસંઘર્ષ માં જોડાવા આહ્વાન કરીએ છીએ બાબા સાહેબ આંબેડકરે આપેલ બંધારણ અને વ્યવસ્થાને બચાવવા માટે અપીલ કરીએ છે.

BY: અખિલ માકાભાઈ ચૌધરી(આદિવાસી કર્મશીલ)
      એડવોકેટ જિમ્મી રાજેનભાઈ પટેલ


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here