વલસાડ: દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વલસાડ વિભાગમાં કામ કરનારા ફોલ્ટ રીસ્ટોરેશન ટીમના આઉટ સોર્સિંગમાં કામ કરનારા યુવાનો પોતાના પ્રશ્નોને લઈને વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ સાથે મુલાકાત કરી હતી.દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા રાખવામાં આવેલા આઉટ સોર્સિંગમાં કામ કરનારા યુવાનો પોતાના પ્રશ્નોને વાચા આપવા માટે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ સાથે મુલાકાત લીધી.
Decision news ને મળેલી માહિતી મુજબ ધારાસભ્ય અનંત પટેલ સાથે મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું કે ફોલ્ટ રીસ્ટોરેશન ટીમના કર્મચારીઓને કોઈ પણ સેફ્ટીના સાધનો આપવામાં આવતા નથી અને જીવના જોખમે કામ કરતા હોવા છતાં કોઈપણ જાતનો વીમો કઢાવવામાં આવતો નથી.
પગાર સ્લીપ આપવામાં આવતી નથી અને સાથે યોગ્ય વેતન પણ સમયસર આપવામાં આવતું નથી જેવી સમસ્યાની રજુઆત કરતા ધારાસભ્ય આનંત પટેલે જણાવ્યું હતું કે આ સરકાર આંધળી બેહરી છે સરકાર દરેક નોકરીનું ખાનગીકરણ કરવા માંગે છે આવા સમયે સંઘર્ષ કરવો જરૂરી છે.આવનાર 16 જુલાઇ 25ના રોજ ચીખલી ખાતે ન્યાય યાત્રા કાઢી બેહરી સરકારના કાન ખોલીશું. જો યુવાનો સાથે અન્યાય કરશે તો ન્યાય મેળવવા આંદોલન કરીશું એમ જણાવ્યું હતું. આ મિટિંગમાં નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

