ઓલપાડ: ઓલપાડ-કીમ રાજ્યધોરી માર્ગ પર રખડતા ઢોરના કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. વલસાડથી એક પરિવાર પોતાના પુત્રને હોસ્ટેલમાં મળવા જઈ રહ્યો હતો. અણીતા-બોલાવ ગામ નજીક રોડ પર અચાનક ઢોર આવી જતાં કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર સીધી ડિવાઇડર પર ચડી ગઈ હતી.

Decision news ને મળેલી માહિતી મુજબ કારમાં સવાર ચારથી પાંચ લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માતને કારણે માર્ગ પર ટ્રાફિક ખોરવાયો હતો. આ ઘટના બાદ લોકોમાં રખડતાં ઢોરના મુદ્દે રોષ ફાટી નીકળ્યો છે.કીમ ગામમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે.

રેલ્વે ઓવર બ્રિજના બંને છેડે ઢોર મોટી સંખ્યામાં એકત્ર થાય છે. આ કારણે વાહનચાલકો માટે મોટું જોખમ ઊભું થયું છે. સ્થાનિક લોકોએ વારંવાર ફરિયાદો કરી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. લોકોએ રખડતાં ઢોરની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here