વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના અંકલાછ ગામના સતાબારી ફળિયામાં ધરમપુર પોલીસ સ્ટેશનની ચોકીમાંથી ફરજ બજાવતાં  ગણપત માહલા પોલીસ જમાદાર ફરજ પરથી નિવૃત્ત થતા એનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકાર આદિજાતિ મોરચાના મહામંત્રી પિયુષ પટેલએ હાજરી આપી હતી.

ગણપતભાઈએ કહ્યું કે જીવનમાં આપણે સરકારમાંથી એક વખત તો રિટાયર થવું જ પડે છે હવે આપણો સરકારમાંથી મુક્ત થયા છે હવે આપણે જીવનમાં આગળ વધવા માટે અને સારા કાર્ય કરવા માટે કોઈપણ કામ કરવું પડે છે જેથી અમે તો કહીએ છીએ કે અમારી પાર્ટી સાથે જોઈન્ટ થઇ જાવ અને સારા કામો કરીએ કારણ કે આપણે દરરોજના કામો કરતા હોઈએ છીએ એટલે દિવસ ક્યાં નીકળી જાય એટલે કંઈ ખબર ન પડે પરંતુ હવે ઘરે રહેવાથી સમય જતો ન હોય અને કંટાળા જનક જિંદગી આપણને લાગે છે જેથી આપણે પ્રવૃત્તિમાં રહેવું જોઈએ કારણકે આપણી ઉંમર જેવી દેખાતી નથી હજુ તો તમે જુવાન જેવા જ લાગો છો જેથી અમારી સાથે જોઈન થાઓ આપણે સાથે મળીને બધા કામ કરીશું,

પિયુષભાઈએ કહ્યું કે પોલીસની નોકરીએ 24 કલાકની હોય છે એમાં કંઈ પણ ટાઈમ મળતો ન હોય અમુક વખતે તો એવું થાય છે કે જમતા જમતા પણ કામ કરવા માટે ઉઠી જવું પડે છે કારણકે મેં જ્યારે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો હતો ત્યારે અમારા અને પોલીસ ખાતા બંને સરખીજ નોકરી હોય છે અમારે પણ 24 કલાક જ્યારે કામ પડે ત્યારે જવું જ પડતું હતું રજા જેવી વસ્તુ કઈ આવે જ નહીં જેથી હવે તમે નિવૃત થઈ ગયા છો ત્યારે ખૂબ શાંતિપૂર્વક પરિવાર સાથે રહો અને ખુશાલ જિંદગી જીવો હું ભગવાનને પ્રાર્થના કરું છું.

આ પ્રસંગે ગુજરાત સરકાર આદિજાતિ મોરચાના મહામંત્રી શ્રી પિયુષભાઈ પટેલ, નવસારી જિલ્લા ભાજપ પાર્ટીના મહામંત્રી શ્રી ગણપતભાઈ માહલા (પીપલખેડ), નવસારી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી અંબાબેન માહલા, વાંસદા તાલુકા ભાજપ પાર્ટીના પ્રમુખશ્રી સંજયભાઈ પટેલ, અતિથિ મહેમાન તરીકે ભાજપના સક્રિય કાર્યકર્તા ભુપેન્દ્ર પટેલ ડાંગી હોટલના માલિક, માજી કારોબારી ચેરમેન રસિકભાઈટાંક, નવસારી જિલ્લા ભાજપ સહસંયોજક મોહનલાલ ચૌધરી સાહેબ, વાંસદા તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા બીપીન માહલા, પાર્ટીના ઉપપ્રમુખ વિનુભાઈ પટેલ, લિરિલ પટેલ અંકલાસ ગામના સરપંચ શ્રી સંદીપભાઈ ગાંવિત, લાકડબારી ગામના સરપંચ શ્રી અજયભાઈ કુંવર, સતીમાળ ગામના સરપંચ શ્રી નાનુભાઈ માહલા અંકલાછ ગામના માજી સરપંચ શ્રી રૂપેશભાઈ ગાંવિત, ધીરુભાઈ ચૌધરી ગામના આગેવાન મહેશભાઈ કુંવર જયેશભાઈ દેશમુખ મનોજ ચોરીયા તથા ગામના આગેવાનો વડીલો ભાઈઓ બહેનો હાજરી આપી હતી.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here