ભરૂચ: દેશ અને દુનિયા વિકાસના ક્ષેત્ર મા આગળ વધી રહ્યા છે. ત્યારે ગામડાની ગરીબ અને જરૂરિયાત મંદ કિશોરીઓ સારૂ ગુણવતા સભર શિક્ષણ મેળવીને પોતાનું તેમજ પોતાના સમાજનું નામ રોશન કરી શકે તેમ છે.
પરંતુ આજના વિકસતા યુગમાં માતા- બહેનો કિશોરીઓ સલામત નથી, રોજ બહેનો સાથે થતા અત્યાચાર ના કિસ્સાઓ વધી રહ્યા છે. તેથી બહેનો અસમાજિક તત્વોના ડર બીકના કારણે નોકરી શિક્ષણ તેમજ બીજા કાર્યો માટે બહાર જતા ગભરાય છે. કિશોરીઓ અધવચ્ચેથી શિક્ષણ છોડી મજૂરી તેમજ નાની ઉમંરે લગ્ન તરફ વળે છે. તેથી મહીલા સુરક્ષા ને ધ્યાનમાં રાખી અમલઝર, જેસપોર અને મોટા સોરવા હાઈસ્કુલની 200 છોકરીઓ માટે કરાટે સ્વરક્ષણની તાલીમ જશવંત વસાવા દ્વારા ચલાવી કેવી રીતે પોતાના સામેવાળી વ્યક્તિથી બચાવ કરવો કેવી રીતે સામેની વ્યક્તિને મારવુ અને હથિયાર વગર સામેની વ્યક્તિ થી બચવા અને મારવા માટે પંચ , કીક તેમજ બ્લોક અંગે પ્રેકટીકલી ટ્રેનિંગ આપી છોકરી ઓનો આત્મવિશ્વાસ મજબૂત કરવામાં આવ્યો હતો .
કરાટેની તાલીમ દ્વારા છોકરીઓ ઘરથી બહાર ભણવા તેમજ નોકરી માટે ડર બીક વગર અવર જવર કરી શકે અને સમાજમાં માન, સન્માન, સ્વાભિમાનથી જીવન જીવી આગળ વધી દેશ અને દુનિયા સાથે કદમ મિલાવી શકે. સાથે કરાટેની તાલીમમા ભાગ લીધેલ 200 છોકરીઓને વર્લ્ડ વિઝન ઇન્ડિયા સંસ્થા દ્વારા ટીશર્ટ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી .

