વાંસદા: વાંસદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાર્કોટિક્સ ડ્રગ્સના ગુનામાં પકડાયેલા આરોપીએ જેલમાં કેદી ઓરડામા બાથરૂમના દરવાજા ઉપર અગમ્ય કારણસર ફાંસો ખાવાની કોશિશ કરતા નજર પડતા બચાવી લઇ પ્રથમ વાંસદા કોટેજ હોસ્પિટલમાં જ્યાંથી વધુ સારવાર માટે નવસારી સિવિલમાં રિફર કરાયો છે.
વાંસદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હનુમાનબારીના ઓમનગર સોસાયટી-1માં રહેતા વિપુલભાઈ નાગરાજભાઈ પાટીલ (ઉ.વ. 21) સામે 24 મે 2025ના રોજ વિરુદ્ધ વાંસદા પોલીસ મથકે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈ કોટ્રોપિક સબસ્ટન્સીઝ મુજબના ગુનો દાખલ થયો હતો. પોલીસે વિપુલ પાટીલની અટક કરી હતી. આ ગુના હેઠળ વાંસદા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને કોર્ટ કસ્ટડીમાં ધકેલી દેવાનો હુકમ કર્યો હતો. હાલ આરોપી વિપુલ પાટીલ વાંસદા જેલમાં છે.
12 જુલાઇના રોજ વાંસદા જેલ પરિસરમાં આરોપીઓ સવારના ચા નાસ્તો કરી રહ્યા હતા. દરમિયાન આરોપી વિપુલ પાટીલે બાથરૂમના દરવાજા સાથે કોઈક કારણોસર ફાંસો ખાવાની કોશિશ કરતો હોવાનું જેલર સહિત પોલીસ કર્મચારીઓની નજરે પડતા બૂમાબૂમ કરી મુકી હતી.જેને પગલે જેલનો સ્ટાફ દોડી આવ્યો હતો અને વિપુલ પાટીલને બચાવી લીધો હતો. તેને તાત્કાલિક પ્રથમ વાંસદા કોટેજમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર કર્યા બાદ વધુ સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

