વાંસદા: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠક શ્રી આદરણીય વી. સતીષજી રાજ્ય મંત્રીશ્રી કુંવરજી હળપતિ, આદિજાતિ મોરથો તથા રાજ્યસભાના સદસ્ય શ્રી સમીર ઉરાવજીની સવિશેષ ઉપસ્થિતિમાં વાંસદા તાલુકાના મોટી ભમતી ગામ ખાતે વાસના કામદારો સાથે મુલાકાત કરવાનો અવસર સાંપડયો.

આ અવસરે રાષ્ટ્રીય ભાજપના રાષ્ટ્રીય સંગઠક શ્રી આદરણીય વી. સતીષજી વાંસના કામમાં પારંગત કારીગરો સાથે મળી એમની કુશળતા અને કલાને નજીકથી માણી હતી. વાંસ દ્વારા તેઓ જે કલાત્મક કૃતિઓ બનાવે છે, તે ગુજરાતી હસ્તકલા અને પરંપરાની જીવંત ઓળખ છે. આ કૃતિઓ અનેક એવા કારીગરોની ઓળખ પ્રસ્થાપિત કરે છે.

આ કારીગરો વાંસને રોજગારનું સાધન બનાવે છે અને પેઢી દર પેઢી પરંપરાને જીવંત રાખે છે. સરકાર તરફથી આવા કારીગરોને તાલીમ અને બજાર સાથે જોડવાની દિશામાં સતત પ્રયત્નશીલ છીએ જેથી લોકલ કળા ગ્લોબલ ઓળખ મેળવી શકે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here