ધરમપુર(ખોબા): ગુજરાત આદિવાસી સંશોધન અને પ્રશિક્ષણ સંસ્થા, બિરસા મુંડા ભવન, ગાંધીનગર (ગુજરાત સરકાર) અને લોક મંગલમ્ ચેરિટેબલ ટ્રસ્ટ, ખોબા દ્વારા 15 મી ધરતી આબા જન ભાગીદારી અભિયાન અંતર્ગત એક વિશેષ જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું!
આ શિબિરમાં આદિવાસી સમાજ માટે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની વિગતવાર માહિતી આપવામાં આવી, જેમાં આદિવાસી નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. સીકલસેલ ચેકઅપ કાર્યક્રમ: આદિવાસી સમુદાયના સ્વાસ્થ્યની સુરક્ષા માટે નિ:શુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઘણા લોકોએ ભાગ લીધો અને પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવી.
આ કાર્યક્રમમાં આદિજાતિ નિયામક સી.સી ચૌધરી, જિલ્લા હેલ્થ ઓફિસર મનોજ પટેલ, આ વિસ્તારના આગેવાનો, મોટી સંખ્યામાં ગ્રામજનો, લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટના, ખોબાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

