ભરૂચ: ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકના કદવાલી ગામે એક ઘરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લઇને આ ગુના હેઠળ અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો.જિલ્લામાં દારૂ જુગારના કેસ શોધીને કાયદેસર કાર્યવાહી કરવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપવામાં આવેલ છે.તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ.પી.વાળાએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફને દારૂ જુગારના કેસ શોધી કાઢવા સુચના આપી હતી.

Decision News ને મળેલી માહિતી અનુસાર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફને દારૂ જુગારના કેસ શોધી કાઢવા સુચના આપી હતી. દરમિયાન એલસીબી પીઆઇ એમ.એમ.રાઠોડ ટીમ સાથે રાજપારડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે કદવાલી ગામે રહેતા વિશાલભાઇ ચીમનભાઇ વસાવાએ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લાવીને તેના ભાઇ ગણેશભાઇ ચીમનભાઇ વસાવાના ઘરે સંતાડી રાખેલ છે.

એલસીબી ની ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઇને ઘરમાં તપાસ કરતા ઘરમાં ગણેશભાઇ ચીમનભાઇ વસાવા હાજર મળી આવેલ. તેને સાથે રાખી ઘરમાં તપાસ કરતા ઘરમાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની રૂપિયા 1,42,525  ની કિંમતની બોટલો નંગ 475 મળી આવી હતી. એલસીબી ની ટીમે દારૂનો આ જથ્થો કબ્જે લઇને સ્થળ ઉપર હાજર મળેલ ઇસમ ગણેશભાઇ ચીમનભાઇ વસાવા રહે.ગામ કદવાલી તા.ઝઘડિયાને ઝડપી લીધો હતો, અને આ ગુના હેઠળ વિશાલભાઇ ચીમનભાઇ વસાવા રહે. કદવાલી તા.ઝઘડિયાનાને વોન્ટેડ જાહેર કરીને રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવ્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here