ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગૃપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ નવા અવિધા ગામના ગ્રામજનો દ્વારા પ્રાથમિક સુવિધાના અભાવના કારણે ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરવામાં આવી. નવા અવિધા ગામના ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે પાછલા 15-20 વર્ષ થી એકહથ્થુ ગ્રામ પંચાયતમાં શાસન કરનાર સરપંચ દ્વારા રતનપુર ગૃપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ નવા અવિધા રોડ રસ્તા ગટર લાઈન બ્લોક તેમજ સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી નથી.

Decision News ને મળેલી માહિતી અનુસાર સુવિધાઓ ઉપલબ્ધ કરાવી નથી,જેને લઇને નવા અવિધા ગામના ગ્રામજનોએ મોટી સંખ્યામાં એકત્રીત થઈ રેલી સ્વરૂપે રતનપુર ગૃપ પંચાયત ખાતે હલ્લાબોલ કર્યો હતો અને નવા અવિધા ગામમાં રોડ રસ્તા ગટર લાઈન બ્લોક તેમજ સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ આપવા ગ્રામજનો એકત્રિત થઈ રતનપુર ગ્રામ પંચાયત ખાતે તલાટીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી.

ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો એક માસમા અમારા કામનું નિરાકરણ નહીં આવે તો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ખાતે રજૂઆત કરવામાં આવશે, ગ્રામજનોની રજૂઆત લઈને રતનપુર ગૃપ ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગ્રામજનો ની રજૂઆત ધ્યાને લઈ તેઓની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવામાં આવશે. હવે જોવું રહ્યું કે દિન ત્રીસમાં ગ્રામજનોના કામોનું સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા નિરાકરણ કરવામાં આવે છે કે કેમ?


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here