ધરમપુર: ગતરોજ આદિવાસી ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં ધરમપુર નગરપાલિકા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે નવનિર્માણ પામેલ બેડમિન્ટન કોર્ટ તથા નવીન રમતોના સાધનોનો લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુર નગરપાલિકા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં બેડમિન્ટન કોર્ટ તથા નવીન રમતોના સાધનોનો લોકાર્પણ સાથે ધરમપુરમાં પ્રવેશતા જ ધરમપુરની આગવી ઓળખ કરાવનાર “રાજ્યા રોહણ દરવાજા” ની પર મોન્યુમેન્ટ લાઈટ સુશોભનને પણ પ્રજાની માટે ખુલ્લું મુકવામાં આવ્યું.
આ પ્રસંગે ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રી મયંકભાઈ મોદી, વલસાડ જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, રાજવી પરિવાર ના કુટુંબીઓ, તમામ ચૂંટાયેલા કોર્પોરેટરશ્રી, અધિકારીગણ તથા મોટી સંખ્યામાં નગરજનો તથા રમતપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા.

