ધરમપુર: ધરમપુરની જૂની પોલીસ કચેરી નજીકના જૂના જર્જરીત વાયરલેસ ટાવરને પાલિકાએ પોલીસ તંત્રને સાથે રાખી દૂર કર્યો હતો.ઘણા સમયથી બંધ આ ટાવરને દૂર કરવા સ્થાનિકોએ પાલિકા સભ્ય સંજયભાઇ સરદેસાઇને રજુઆત કરી હતી.જેમણે પાલિકા તંત્રનું ધ્યાન દોર્યુ હતું તો વલસાડ એસપીએ પણ આ ટાવર દૂર કરવા પાલિકાને પત્ર લખ્યો હતો.

ધરમપુર નગરના મધ્યમાં સ્થિત મસ્જીદ ફળીયા જતા રોડ પરનો જૂનો બંધ હાલતનો વાયરલેસ ટાવર જર્જરીત હોય કોઈ જાનહાની ન થાય એ ધ્યાને લઇ આશરે બે મહિના અગાઉ કરેલી રજુઆત બાદ પાલિકા અને પોલીસ તંત્રએ ક્રેન મંગાવી રસ્તા પર બેરીકેટ મુકાવી રસ્તો બંધ કર્યા બાદ ટાવર દૂર કરવા કામગીરી હાથ ધરી હતી.

ધરમપુરના પીઆઇ એન.ઝેડ. ભોયા, પીએસઆઇ આર.કે.પ્રજાપતિ, ચીફ ઓફિસર ધરમપુર વિજય ઇટાલીયા તથા વીજ કચેરીની ટીમ તથા પાલિકા વીજળી શાખાની ટીમની ઉપસ્થિતિમાં આ ઉંચા ટાવરને વેલ્ડર મારફતે વચ્ચેથી કાપી ક્રેઇનથી સફળતાપૂર્વક ઉતારી લેવાયો હતો. ટાવર દૂર કરી દેવાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here