પારડી: પારડીના તરમલિયા ગામે રહેતી 68 વર્ષીય બબલીબેન હળપતિને ગતરોજ બપોરે 2:42 કલાકે ઝેરી સાપે પગમાં દંશ માર્યો હતો.ઘટના બાદ ગભરાયેલા પરિવારજનોએ તુરંત 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સને કોલ કરતા 108ની ટીમ EMT માનસી પટેલ અને પાયલોટ સાગર પટેલ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ ઘટના સ્થળે પહોંચીને ટીમે જોયું તો બબલીબેનની હાલત નાજુક બની ગઇ હતી, શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર આવવા જેવા લક્ષણો દર્શાઈ રહ્યા હતા.જે વાતને ધ્યાનમાં રાખીને તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં ખસેડી તેઓને ધરમપુરની સાઈનાથ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

એમ્બ્યુલન્સમાં જ વૃધ્ધાને તાત્કાલિક વાઉન્ડ કેર, સ્પેલ્ટીંગ અને ઓક્સિજન થેરાપી ઉપરાંત, હેડઓફિસના તબીબ ડો. રમણીના માર્ગદર્શનમાં સૌથી મહત્વની દવા એન્ટી સ્નેક વિનોમ આપવામાં આવ્યું હતું.ટીમના ઝડપી પ્રતિસાદ અને યોગ્ય સારવારના પગલે બબલીબેનને સલામત રીતે સાંઈનાથ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા જ્યાં તુરંત સારવાર શરૂ કરાતા તેમનો જીવ ઉગરી ગયો હોવાનું જાણવા મળે છે.આમ મુશ્કેલ સમયે 108ની આ ટીમ સંજીવની સમાન બની રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here