નર્મદા: હાલમાં આદિવાસી સમાજમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મેળવવામાં વધુ વિલંબ કે ન મળે તેવો પુરતો પ્રયાસ નર્મદા પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો હોવાની લોકચર્ચા થવા લાગી છે
ચૈતર વસાવાની જામીન અરજી પર ગતરોજ જિલ્લા કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી,પણ ડેડિયાપાડા પોલીસ એફિડેવિટ એટલે કે સોગંદનામું રજૂ કરવામાં નિષ્ફળ રહેતા સુનાવણી આજે, 11 જુલાઈ, 2025ના દિને એફિડેવિટ રજુ કરવા કહ્યું હતું. Decision News સાથે વાત કરતા આદિવાસી સમાજના યુવા એડવોકેટો વાત કરતા જણાવે છે કે જ્યાં સુધી પોલીસ તેમની એફિડેવિટ રજૂ નહીં કરે ત્યાં સુધી ચૈતર વસાવાને જામીન મળવા મુશ્કેલ છે. માટે પોલીસ દ્વારા જાણી જોઇને એફિડેવિટ રજૂ કરવામાં નથી આવી રહ્યું એમ લાગે છે.
પોલીસ દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવ્યા બાદ જ કોર્ટ દ્વારા જામીન અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ કેસમાં ધીમી ગતિએ ચાલી રહેલી કાનૂની પ્રક્રિયાને કારણે ચૈતર વસાવાને જેલમાંથી બહાર આવવા માટે વધુ રાહ જોવી પડી શકે છે. હવે આજે પોલીસ દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવે છે કે કેમ, અને ત્યારબાદ કોર્ટ શું નિર્ણય લે છે એની રાહ આદિવાસી સમાજના લોકો જોઈ રહ્યા છે.

