કપરાડા: વલસાડ જિલ્લાના કપરાડાના માંડવા ગામના ચિકાર ફળિયાના રહેવાસી ગણેશ લલ્લુ બારીયા નામના એક વ્યક્તિની અચાનક ઘર ધસી પડતાં ખુબ જ મોટા પ્રમાણમાં નુકશાન થયું છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર ઘરમાં 5 સદસ્યો હોવાનું જણાવ્યું અને તમામ કઈંક કારણો સર ઘર બહાર ગયા હતા. તે દરમિયાન અચાનક ઘરની દીવાલ તૂટી પડતા સમગ્ર પતરા તૂટી પડતાં હતાં.ઘર ધસી પડતાં 24 પતરા તૂટી ગયા અને અનાજનો જથ્થો 15 થી 20 કિલો નષ્ટ થઈ જવા પામ્યો. તેની સાથે ઘરવકરીના સાધનો વાસણ કચડાઈ જવા પામ્યા હતાં.

સમગ્ર ઘટનાને પગલે ઘરના સદસ્યો દ્વારા ગામના સરપંચ અને તલાટી ક્રમ મંત્રીને જાણ કર્યું હોવાનું જણાવ્યું હતું. અને તાત્કાલિક ધોરણે પ્રશાસક દ્વારા સહાય કરવામાં આવી માંગ કરવામાં આવી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here