વાંસદા: વર્તમાન સમયમાં ધોધમાર વરસાદ વાંસદા વિસ્તારમાં વરસી રહ્યો છે જેના કારણે નદીઓમાં પૂર આવવા લાગ્યા છે ત્યારે ગતરોજ વાંસદા પોલીસનો સહાસીક રેસ્ક્યુ ઓપરેશનકરી માન નદીના પુલ નીચે પડેલા અને તણાઇ રહેલા બે યુવકોને સુરક્ષિત બચાવ્યા હતા.
Decision news ને મળેલી માહિતી મુજબ નિરપણ ગામ અને ભગીરી ગામની વચ્ચે આવેલ માન નદીના નાના પુલ પરથી પસાર થઇ રહેલા બે યુવકોની બાઇક પુલ પર સ્લીપ થઈ જતા બંને વ્યક્તિ પુલની નીચે પાણીમાં પડી ગયા હતા. ઘટના પછી તાત્કાલિક રાહદારીઓ દ્વારા વાંસદા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એમ. આહીર સાહેબ તથા પીસીઆર ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ (HC-36) ને જાણ કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા ત્વરિત પગલાં લેતાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને બંને યુવકો – નાનુભાઈ મંછુભાઈ ભોયા તથા બીપીનભાઈ લાલુભાઈ પવારને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસની ઝડપી કામગીરી દ્વારા કરવામાં આવેલ વહેલી બચાવ કાર્યવાહી દ્વારા મોટી દુર્ઘટના ટળી હતી આ ઘટનાને લઈને પોલીસની સરાહનીય કામગીરીના લોકો વખાણ કરતાં જોવા મળ્યા હતા.

