ભરૂચ: ભરૂચ જિલ્લાનો સરદાર બ્રિજ 48 વર્ષ જૂનો હોવા છતાં આજે પણ મજબૂત રીતે ઊભો છે. આ બ્રિજ પર થોડા સમય પહેલા રેલિંગ તૂટી જવાના કારણે તમામ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો.
Decision news ને મળેલી માહિતી મુજબ વાહન વ્યવહાર બંધ કર્યા બાદ બ્રિજની બંને બાજુ લોખંડની નવી રેલિંગ લગાવવામાં આવી છે. હાલમાં નાના વાહનોને પુલ પરથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે, જ્યારે મોટા વાહનો માટે પ્રતિબંધ ચાલુ રાખવામાં આવ્યો છે.
નેશનલ હાઈવે પર ભરૂચ નજીક સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ પુલને ચાલુ રાખવામાં આવ્યો છે. જોકે, પુલના કેટલાક ભાગોમાં હજુ પણ મરામતની જરૂર છે, જે માટે સ્થાનિક લોકોએ માગણી કરી છે. આ મરામત કાર્ય થાય તે જરૂરી છે જેથી વાહનચાલકોની સુરક્ષા જળવાઈ રહે.

