નવસારી: નવસારી જિલ્લામાં જર્જરિત હાઈવેના મુદ્દે કોંગ્રેસે જન આક્રોશ આંદોલન કર્યું હતું. ચીખલી ઓવરબ્રિજ નીચે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં 50થી વધુ મહિલા અને પુરુષ કાર્યકરોએ એકત્રિત થઈને પ્રદર્શન કર્યું હતું.કાર્યકરોએ ‘500 મે બીક જાઓગે તો યહી રોડ પાઓગે’ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે પ્લેકાર્ડ સાથે રાજ્ય સરકાર વિરુદ્ધ નારેબાજી કરી હતી. ચોમાસા દરમિયાન નવસારી જિલ્લામાં અનેક સ્થળે હાઈવે જર્જરિત બની જતાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્થાનિક કક્ષાએ રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું હતું. આંદોલન દરમિયાન ચીખલી પોલીસે હસ્તક્ષેપ કરીને હાઈવે પરથી કોંગ્રેસના કાર્યકરોને દૂર કર્યા હતા.જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ જણાવે છે કે, રોડ નહીં તો ટેક્સ નહીં ના નારા સાથે આજે અમે જન આક્રોશ આંદોલન ચલાવ્યું છે જેમાં વાપી થી તાપી તમામ હાઈવે જર્જરીત બન્યા છે જેને કારણે વાહન ચાલકોના વાહનને નુકસાન થવા સાથે અકસ્માત નો પણ ભય રહેલો છે.
સરકાર રોડ રસ્તાઓને લઈને બેદરકારી દાખવી રહી છે જેને જગાડવા માટે અમે આજે ચીખલી ઓવરબ્રિજ નીચે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે ગઈકાલે વડોદરામાં થયેલી દુર્ઘટના ને લઈને પણ બેદરકાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ તેવી અમારી માંગ છે.બાઈક ચાલકે જણાવે છે કે, આ રોડ રસ્તા ઉપર થી પસાર થતા અમારી કમર ભાંગી જાય એ રીત ના જર્જરી રસ્તાઓ બન્યા છે અનેક વખત અમે રજૂઆત કરી પરંતુ કોઈ સાંભળતું નથી. દેગામમાં રહેતા ડેનિલભાઈ જણાવે છે કે, જર્જરીત બનેલા રસ્તાને કારણે ગઈકાલે જ મારા કારનું ટાયર ફાટી ગયું અને તે ટાયર બનાવવા માટે જાઉં છું આ ચોમાસા દરમિયાન ચીખલી સહિતના હાઇવે ઉપર રોડ રસ્તા હતી જર્જનીક બન્યા છે કોને રજૂઆત કરવી તે સમજાતું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here