નર્મદા: ગતરોજ રાત્રે રાજપીપલા ખાતે લોકલ ક્રાઈમ બ્રાન્ચની કચેરીમાં ચૈતર વસાવાને લાવવામાં આવ્યા છે. તેમની પત્નીઓનું કહેવું છે કે પોલીસે કયા ગુનામાં ધરપકડ કરી છે તેની જાણકારી પણ પોલીસવાળા આપતા નથી. રાત્રે આદિવાસી સમાજના લોકો લોકલ ક્રાઈમ બ્રાંચની કચરી ટોળેટોળા ભેગા થઇ ગયા હતા અને ‘પોલિસ ભાજપનો ખેસ પેરી લો’ તેવા સુત્રોચાર કર્યા હતા.
લોકો આક્ષેપ લગાવી રહ્યા છે કે મનરેગા કૌભાંડ ઉજાગર કરતા ચૈતર વસાવાને હેરાન પરેશાન કરવા માટે પોલીસનો ઉપયોગ કરવામાં આવી રહ્યા છે. DySP અને મહિલા મોરચાના હોદ્દેદારો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચૈતર વસાવાને 70 કિલોમીટરનો ફેરો ફેરવીને રાજપીપલા ખાતે લાવવામાં આવ્યા હતા.
આખી ઘટના શું હતી..
નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં તાલુકા સંકલન સમિતિની બેઠક દરમિયાન આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો કિસ્સો બન્યો હતો. અને આ મામલે ફરિયાદ નોંધાતા ચૈતર વસાવાને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા આ વચ્ચે પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

