સુરત: ગતરોજ બે આદિવાસી નેતાઓ વિધાર્થીઓને ન્યાય અપાવવા સુરતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ની સામે ઉતાર્યા અને તેમની દલીલો સામે DGVCL ઘૂટણીએ પડી 35 લાયક ઉમેદવારોને નિમણૂક પત્ર આપવાની લેખિતમાં બાંહેધરી આપવામાં આવી હતી.

આ અનંત પટેલ અને ચૈતર વસાવા બંને આદિવાસી નેતાઓએ પોતાની તાકાત બતાવી બાકી તમે જાણો જ છો કે ગુજરાતનાં રાજકારણમાં આ બંને નેતાઓની પાર્ટી કોંગ્રેસ અને આપ એક બીજા પર આક્ષેપ કરવામાં કઈ બાકી રાખ્યું નથી. લોકો ગુમરાહ થઈ રહ્યા છે તે સિવાય બીજું કશું જ નથી, જ્યારે આદિવાસી સમાજના પ્રશ્નો અને મુશ્કેલીઓની વાત હોય તો જો આદિવાસી સમાજના નેતાઓ પોતાની પાર્ટી બાજુએ મૂકી 27 ધારાસભ્ય એક થઈને લડે તો આદિવાસી સમાજ પણ પાટીદાર સમાજ કરતાં ઓછો નથી એમ ચોખ્ખું દેખાય છે. આ તો બે જ ધારાસભ્યોએ પાર્ટીનો વિરોધ બાજુએ મૂકી સમાજના ન્યાય માટે મેદાનમાં આવી પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું.

લોકો ચૈતર વસાવા અને અનંત પટેલને અભિનંદન આપી રહ્યા છે કે પાર્ટીઓનો વિરોધ વિવાદ અને વિખવાદ બાજુએ મૂકી આદિવાસી સમાજના વિધાર્થીઓને ન્યાય અપાવવા એકબીજાના સાથી બન્યા.. પાર્ટીઓ આદિવાસી સમાજના લોકોને અને નેતાઓએ અંદરો અંદર લડાવી છૂટા રાખે છે ત્યારે આ બંને નેતાઓએ પાર્ટીના એજન્ડા સામે સમાજને મહત્વ આપી સાબિત કર્યું છે કે આદિવાસી માં એ બે દીકરા તો જણ્યા છે જે માત્ર આદિવાસી લોકોના પ્રશ્નો માટે કામ  કરે છે પાર્ટીઓ રાજકારણ માટે નહીં.