વલસાડ: વલસાડ  જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સરેરાશ 20.17 મિમી વરસાદ નોંધાયો છે. ધરમપુર તાલુકામાં સૌથી વધુ 36 મિમી, વાપીમાં 23 મિમી, કપરાડામાં 20 મિમી, પારડીમાં 18 મિમી, વલસાડમાં 14 મિમી અને ઉમરગામમાં 10 મિમી વરસાદ પડયો છે.

1લી જૂનથી અત્યાર સુધીમાં જિલ્લામાં સરેરાશ 917.33 મિમી વરસાદ નોંધાયો છે. કપરાડા તાલુકામાં સૌથી વધુ 1238 મિમી, વાપીમાં 949 મિમી, ધરમપુરમાં 907 મિમી, ઉમરગામમાં 886 મિમી, પારડીમાં 853 મિમી અને વલસાડમાં 671 મિમી વરસાદ થયો છે.સવારે 6થી 10 વાગ્યા સુધીના 4 કલાકમાં વલસાડ તાલુકામાં સૌથી વધુ 49 મિમી વરસાદ પડયો છે.

વાપીમાં 18 મિમી, પારડીમાં 17 મિમી, ધરમપુરમાં 15 મિમી, કપરાડામાં 5 મિમી અને ઉમરગામમાં 4 મિમી વરસાદ નોંધાયો છે.વરસાદને કારણે વલસાડ શહેર અને ખેરગામ રોડ પર આવેલા 44 ગામોને જોડતા રેલવે અંડરપાસમાં પાણી ભરાયા છે. છીપવાડ રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાવાથી નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડયો છે. વાહનચાલકોએ નગરપાલિકા પાસે અંડરપાસમાં પાણી ન ભરાય તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે.