ઉમરગામ: સંજાણ અને ઉમરગામ રેલવે સ્ટેશન સુધી પહોંચી રેલ મારફતે મુસાફરી કરતા સામાન્ય જનતાને હવેથી રેલ કનેક્શન બસ સેવા કાયમી બંધ થતા ખાનગી વાહનોને મોંઘા ભાડાં ચૂકવવાના દિવસો આવતા ઉમરગામની સામાન્ય જનતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
1953માં શરૂ થયેલો નારગોલ ડેપો થોડા વર્ષો પહેલા બંધ કરી દેવાતા ઉમરગામ તાલુકાની પ્રજાને એસટી સુવિધા મળતી બંધ થઈ ચૂકી છે. સંજાણ અને ઉમરગામ રેલવે સ્ટેશનનો વિકાસ થઈ રહ્યો છે જેના કારણે લાંબા સમયથી બસ પાર્કિંગ વિસ્તારમાં બાંધકામ મટીરીયલ રાખવામાં આવેલો હોય અહીં બસ ઊભી રાખી શકાતી નથી.
સમયથી રેલવે વિભાગે આ સ્થળે અન્ય વાહનો માટે પે એન્ડ પાર્ક સુવિધા ઉભી કરી દેતા બંને રેલવે સ્ટેશન બહાર રેલ્વે હદમાં કેટલાક અતિક્રમણો, પાથરણા વાળા વેપારીઓની કનડગત, રિક્ષા ચાલકો દ્વારા આડેધડ પાર્કિંગ, ઉમરગામમાં ફ્લાય ઓવર બ્રિજના સર્વિસ રોડની સાંકડાઇ જેવી વર્તમાન સ્થિતિના કારણે બન્ને સ્ટેશન ખાતે ST બસ માટે જગ્યા ન હોય કાયમી રીતે બસ બંધ થતા સામાન્ય મુસાફરોને સંજાણ ખાતે બસ રેલવે સ્ટેશનથી 500 થી 600 મીટર દૂર ઊભી રહેતા લોકો રિક્ષાના મોંઘા ભાડાં ચૂકવવા મજબૂર બન્યા છે.

