સુરત: મોડેલ અંજલિ વરમોરાનો આત્મહત્યાનો ભેદ ઉકેલાયો છે પ્રેમી ચિંતને ત્રાસ આપતા આત્મહત્યા કરી હતી. પ્રેમ સંબંધ બાદ લગ્નના ખોટા વાયદા કરતો અંજલિ શેડયુલ કાસ્ટની હતી અને ​​ચિંતનની અપર કાસ્ટ, જેના કારણે બંને વચ્ચે થતા હતા અવારનવાર ઝઘડા થતા અને માનસિક ત્રાસ અને નહી કરવા બાબતે ખોટા-ખોટા બહાનાથી કંટાળી લઈને  અંજલિએ ઘરમાં ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ નવસારી બજાર સ્થિત કાર્તિક એપાર્ટમેન્ટમાં રહેતી 23 વર્ષીય અંજલિ અલ્પેશભાઈ વરમોરાના પરિવારમાં તેની માતા, એક ભાઈ અને એક બહેન છે. અંજલિના ભાઈએ જણાવ્યું હતું કે, મારી બે બહેનો છે અને હું આ પરિવારનો એકનો એક દીકરો છું. મોટી બહેનના લગ્ન થઈ ગયા છે અને તેનાથી નાની બહેન અંજલિ હતી. મારા પિતા અલ્પેશભાઈ વરમોરા જીઇબીની કોલોનીમાં કામ કરતા હતા. તેમનું અઢી વર્ષ પહેલાં એક અકસ્માતમાં મોત નીપજ્યું હતું. ત્યારબાદ પરિવારની તમામ જવાબદારી મારી માતાએ ઉઠાવી છે. માતા પણ કામ કરીને પરિવાર ચલાવી રહ્યા છે. અંજલિએ એક વર્ષ પહેલાં જ મોડેલિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. અલગ-અલગ કંપનીઓ સાથે કામ કર્યા બાદ છેલ્લા થોડા મહિનાઓથી રેવન્યુ મોડેલ કાસ્ટિંગ એજન્સીમાં મોડેલિંગનું કામ કરતી હતી. સુરત અને અમદાવાદના અલગ-અલગ પ્રોજેક્ટ પર તે કામ કરતી હતી. જ્યારે શૂટિંગનું કામ હોય ત્યારે જ તે જતી હતી અને બાકીનો સમય તે ઘરે રહેતી હતી. એ જે કામ કરતી હતી એમાં પરિવારનો સંપૂર્ણ સપોર્ટ હતો.

હાલમાં અઠવા લાઇન્સ પોલીસે મંગેતર ચિંતન અગ્રાવત વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here