મહારાષ્ટ્ર: બે અલગ અલગ પૃષ્ઠભૂમિમાંથી આવતા લોકો પણ એક જ વિચાર – પૈસા કમાવવા કરતાં બીજાઓનું ભલું કરવાની ઇચ્છા. આ કહાની છે મહારાષ્ટ્રના એક નિઃસ્વાર્થ ડૉક્ટર દંપતી, ડૉ. રાની બંગ અને ડૉ. અભય બંગની. આ દંપતી છેલ્લા ઘણા દાયકાઓથી મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં મફત આરોગ્ય સેવાઓ પૂરી પાડી રહ્યા છે.
આજથી 40 વર્ષ પહેલાં, તેમણે જોન્સ હોપકિન્સમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા પછી ચિકિત્સાની દુનિયામાં પ્રવેશ કર્યો. પરંતુ તેમનો ઉદ્દેશ્ય ક્યારેય તેમના જ્ઞાનથી પૈસા કમાવવાનો નહોતો, પરંતુ ભારતના આદિવાસી સમુદાયોને મદદ કરવાનો હતો. તેમનું કાર્ય મુખ્યત્વે પ્રદેશની મહિલાઓ અને બાળકો માટે હતું. તેમના સતત પ્રયાસો દ્વારા તેમણે ગઢચિરોલીમાં શિશુ મૃત્યુ દર ઘટાડવામાં સફળતા મેળવી છે.
“જ્યારે અમે ગઢચિરોલીમાં કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે શિશુ મૃત્યુ દર 1,000 માંથી 121 હતો (આનો અર્થ એ કે 1,000 બાળકોમાંથી 121 બાળકો તેમના પહેલા વર્ષમાં મૃત્યુ પામ્યા હતા). મુખ્ય કારણોમાંનું એક શિશુ ન્યુમોનિયા હતું.” તે કહે છે. ડૉ. રાની અને ડૉ. અભયે ગ્રામ્ય આરોગ્ય કર્મચારીઓને આ સ્થિતિનું નિદાન અને સારવાર કેવી રીતે કરવી તે શીખવ્યું. આના પરિણામે બાળ મૃત્યુ દરમાં 60 ટકાનો ઘટાડો થયો. તેમના દ્વારા બનાવેલા આરોગ્ય મોડેલને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ની મંજૂરી પણ મળી. ત્યારબાદ તેઓએ નવજાત શિશુના ચેપને શોધવા અને સારવાર માટે ગ્રામ્ય આરોગ્ય કર્મચારીઓને ‘સ્વાસ્થય દૂત’ તરીકે તાલીમ આપી. આનાથી શિશુ મૃત્યુ દર ઘટીને 1,000 થી 20 થયો.
આ પતિ-પત્નીએ આદિવાસી સમુદાયો માટે કામ કરતા કરતા પોતાનું અડધાથી વધુ જીવન વિતાવી દીધું અને સાથે મળીને તેઓએ હજારો લોકોના જીવનમાં ખુશીઓ લાવી છે.
BY: ધ બેટર ઇન્ડિયા

