વાંસદા: ચોમાસુ બરાબર જામ્યું છે અને આદિવાસી ખેડૂતો ડાંગરના બિયારણની વાવણી કરી રોપણી કરવાની તૈયારીમાં લાગી ગયા છે ત્યારે બીપીન માહલા દ્વારા વાંસદા તાલુકાના સતીમાળ, અંકલાછ, લાકડબારી ગામમા નાના ધરતીપુત્રોને 5-5 કિલો બિયારણની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકાના તાલુકાના સતીમાળ, અંકલાછ, લાકડબારી ગામમા નાના ખેડૂતોના ખેતરોમાં ડાંગરની વાવણી કરી હતી પરંતુ આ વર્ષે વધુ વરસાદના કારણે ધરું યોગ્ય રીતે ઊગી શક્યું ન હતું, જેના કારણે નાના ખેડૂતોને ખૂબ નુકસાન થયું હોવાની વાતની જાણકારી સામાજિક આગેવાન બિપીન માહલાને મળતાં બિપીન માહલાએ શિવમ એગ્રો વલસાડને જાણ કરી અને શિવમ એગ્રોએ 50 લાભાર્થીઓને 5-5 કિલો બિયારણ અપાવ્યું હતું.
આ બિયારણ આપતા પહેલા બિપીન માહલા દ્વારા ખેડૂતોના ખેતરોની મુલાકાત કરી અને સ્થળ નિરક્ષણ કર્યા બાદ ખેડૂતોને જગ્યા પર બિયારણ હાથમાં અપાયું હતું. બિયારણ હાથમાં મળતા ખેડૂતોને રાહત અને ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી.

