ચીખલી: ડીઝીટલ યુગમાં લોકોના રૂપિયા સુરક્ષિત રહ્યા નથી જેની ઉદાહરણ ચીખલી તાલુકાના ઘેજ દુકાન ફળિયામાંથી સામે આવ્યું છે જ્યાં કિશોરભાઈ પટેલ નામના વ્યક્તિ પર એક ફોન આવ્યો કે ભૂલથી ખાતામાં નાણાં જમા થઇ ગયા અને સ્ક્રિનશોટ મોકલી હજારોની છેતરપિંડી કર્યાનો કિસ્સો બહાર આવ્યો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ચીખલીના ઘેજ દુકાન ફળિયામાં રહેતા અને ફરિયાદી કિશોરભાઈ રવજીભાઈ પટેલને અજાણ્યા મોબાઈલ ધારકે પોતાના મિત્ર રાજુભાઈ તરીકે ઓળખાણ આપી તેમના દ્વારા ભૂલથી તમારા ખાતામાં 90500 જમા થઈ ગયા હોવાનો સ્ક્રીનશોટ મોકલાવી તે રૂપિયા પરત કરવાની માંગણી કરી હતી. વોટ્સએપ મોબાઇલ નંબરમાં સ્કેનરનો ફોટો મોકલાવી તેને વિશ્વાસમાં લઈ પોતાના અલગ અલગ યુપીઆઈડી દ્વારા રૂ. 90500 ટ્રાન્સફર કરાવી જે નંબર પણ બંધ કરી દઈ રૂપિયા પરત નહીં આપી કિશોરભાઈ સાથે ઓનલાઇન ઠગાઈ કરવામાં આવી હતી.

હાલમાં પોલીસ દ્વારા મોબાઈલ નંબરના ધારક તથા ઉપયોગ કરતા અને યુપીઆઈ આઈડીના ધારક સહિતના અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે અને ચીખલી તાલુકાના લોકોને આવ ફ્રોડથી બચવા જાગૃત કરવા જણાવ્યું હતું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here