વાંસદા: ચુંટણીઓ પતી પણ વિવાદ પત્યો નથી વાંસદાના કુરેલીયા ગામની ખાલી પડેલી બેઠક પર ચુંટણી યોજાઇ અને ચુંટણીમાં જીતેલા ઉમેદવાર રેલીમાં ડીજે ના તાલે એક યુવાન જાહેરમાં ખુલ્લેઆમ દારૂ પી ને ડાન્સ કરતો વિડીયો વાયરલ થયો અને પોલીસ તેની પકડી પાડયો પણ ખુલ્લેઆમ દારૂ વેચતા બુટલેગરોને કેમ વાંસદા પોલીસ પકડતી નથી..? સવાલનો જવાબ બધાને ખબર જ છે..
Decision Newsને મળેલ માહિતી મુજબ 25 જૂનના રોજ ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થયા બાદ રાત્રિના સમય દરમિયાન ડીજે લઈને કુરેલીયા ગામમાં વિજય રેલી યોજાઇ હતી જેમાં એક યુવાન ડીજેના ગીત પર ખુલ્લેઆમ બિયરના ટીન ઉછાળી દારૂ પી રહ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે ત્યારે સવાલ એ ઊભો થાય છે વાંસદા પોલીસના કાબુમાં બુટલેગરો કેમ નથી.. આ દારૂ ક્યાંથી આવ્યો..
લોકો કહે છે કે વાંસદા તાલુકામાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ તો છે પણ હવે પીવાઇ પણ છે વાંસદા પોલીસનો ડર ખતમ થઈ ગયો છે. પોલીસ બુટલેગરો પાસે હપ્તા લે છે અને દારૂ વેચવા દે છે તો પીવાવાળા તો સંતાઈ ને પણ પીશે અને ખુલ્લેઆમ પણ પીશે.. કે કે જવાબદાર પોલીસને પોતાના કિસ્સા ભરવા છે.. નવી નવી ફોર વ્હીકલમાં બેસી સામાન્ય જનતા પર રોફ જમાવવો છે.. આ સમગ્ર ઘટનામાં ભૂલ પોલીસવાળાની જ છે.. હવે વાંસદા પોલીસે આ યુવાનને ઝડપી પાડી, રેલીની પરવાનગી કોણે લીધી વગેરે તપાસ હાથ ધરશે પણ.. ભલું થાય એ પોલીસવાળાનું પીવાવાને પકડો છો.. પીવાની સુવિધા ઊભી કરી આપનાર બુટલેગરોને કેમ ખુલ્લેઆમ દારૂ વેચવા દો છો.. જરા જવાબ તો આપો ?
( નોંધ: દારૂ પીનારની તો ભૂલ છે જ પણ પોલીસે પોતાની જવાબદારી ચૂકી છે અને આ ઘટના બની એમ લોકો કહે છે.. આ સમાચાર લોકવાચા છે)

