ઉમરપાડા: ઉમરપાડા તાલુકાના ગુલીઉમર દ્રારા એક્શન યુવા ગ્રુપ દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે અનોખો ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. ગ્રુપના સભ્યો દ્વારા આજે સવારે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્થાનિક નાગરિકો અને વિદ્યાર્થીઓનો ઉમદા સહયોગ મળ્યો.

Decision News ને મળેલી માહિતી મુજબ કાર્યક્રમ દરમ્યાન 1500 જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા, જેમાં નીલગીરી, ગુલમહોર, કરંજ વગેરે વૃક્ષો, ફળદ્રુપ તેમજ ઔષધિય વનસ્પતિઓનો સમાવેશ થયો. આ પ્રયાસનું મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણ જતન સાથે સાથે નવા પેઢી માટે હરિત અને સ્વચ્છ ભવિષ્ય ઊભું કરવાનું છે.1 જુલાઇ થી 07 જુલાઇ વન મહોત્સવ 2025 થીમ: “પ્રકૃતિ સાથે બંધાયેલો ભવિષ્ય”(“A Future Rooted in Nature”) આ થીમનો ઉદ્દેશ છે:વૃક્ષો દ્વારા પર્યાવરણનું સંરક્ષણ,હવા, પાણી અને મિટ્ટીની ગુણવત્તા સુધારવી,કુદરતી વૈવિધ્યતા બચાવવી,કાગળ વગરનું અને કાર્બન રહિત જીવન જીવવા માટે પ્રેરણા આપવી.

આ અનોખી પહેલમાં એક્શન યુવા ગૃપના વિજય વસાવા, બલિરામભાઇ, વિનુભાઇ, ઇશ્વરભાઇ, મહેશભાઇ વગેરે સંકલ્પ કર્યો કે આવી પ્રવૃત્તિઓ સતત યોજી પર્યાવરણ જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરશે. પ્રકૃતિના સંરક્ષણની જવાબદારી હવે દરેક યુવાનોએ પોતાનું પ્રથમ કર્તવ્ય છે એમ માની ઉપાડી લેવું પડશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here