કપરાડા: ગતરોજ કપરાડાના કોલવેરા ગામમાં આવેલ ડુંગર પર પાંચ યુવાનો કારના બોનેટ ઉપર બેસી સ્ટંટ મારી વિડીયો ક્રિએટ કરી સોશ્યલ મીડિયામાં શેર કરતા હતા ત્યારે પોલીસે તેમની ધરપકડ કરી તેમની કાર જપ્ત હોવાનું જાણવા મળ્યું છે.

ચોમાસાના ખુશનુમા વાતાવરણમાં કપરાડાના કોલવેરા ગામના કોલાઈ હિલ સ્ટેશન પર સંજય શંકર થોરાત, આનંદ કૃષ્ણા ઢીંડા, રાજેશ કિશન ભોયા, સચિન રઘલ ગાંવિત અને પ્રિતેશ ઈશ્વર રાઉત નામના યુવાનો જીવના જોખમે કારની બોનેટ પર બેસી જોખમી સ્ટંટ કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો ત્યારે જિલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી બી. એન. દવેની સુચનાને ધ્યાને લઇ કપરાડા પીઆઇ એસ. એલ. વસાવા અને તેમની ટીમે તેમની ધરપકડ કરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આ યુવાનોએ 28  જૂન 2025ના રોજ ઇન્સ્ટાગ્રામ વિડીયો પર અપલોડ કર્યો હતો  તેમની પાસે DN-09-E-1970, DN-09-બB-0227, GJ-15-AD-0084 નંબરની ફન્ટી કારો હતી જેને જપ્ત કરવામાં આવી છે. આ યુવકો સેલવાસના છે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here