ભરૂચ: આમોદ તાલુકાના ઇખર ગામની નવી નગરી વિસ્તારમાં ગતરોજ એક દુઃખદ ઘટના બની છે. હસમુખ વસાવાની 16 વર્ષીય પુત્રી દીપિકા વસાવાએ દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.બનાવ બપોરના 12:30થી 1:00 વાગ્યાના સમયગાળા દરમિયાનનો છે.
Decision Newsને મળેલ માહિતી મુજબ પરિવારજનો કામકાજ માટે બહાર ગયા હતા તે દરમિયાન દીપિકાએ આ પગલું ભર્યું હતું. જાણ થતાં જ પરિવારજનો તેને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.દીપિકા અભ્યાસમાં તેજસ્વી હતી. તેણે ધોરણ 10માં 78 ટકા મેળવ્યા હતા અને હાલ ધોરણ 11માં અભ્યાસ કરતી હતી.
દીપિકા વસાવાના અચાનક મૃત્યુથી પરિવારજનો અને આસપાસના લોકો શોકમાં ગરકાવ થઈ ગયા છે.આમોદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લીધો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે.

