કપરાડા: આજરોજ કપરાડા વિધાનસભા મતવિસ્તારના વર્તમાન સમયમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં વિજયી બનેલા સરપંચશ્રીઓ સાથે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ શુભેચ્છા આપવા માટે પોતાના નિવાસસ્થાને સૌજન્ય મુલાકાત કરી હતી

Decision News ને મળેલી જાણકારી અનુસાર આ બેઠકમાં નવા ચૂંટાઇ આવેલ સરપંચશ્રીઓએ ગામના વિકાસ માટે દૃઢ સંકલ્પ વ્યક્ત કર્યો અને સરકારી યોજનાઓને ગ્રાસરુટ સુધી પહોંચાડવા માટે ટીમ વર્કની ભાવનાને અનુરૂપ કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.આ મુલાકાત દરમિયાન ગામોના વિવિધ પ્રશ્નો જેવા કે પાણી, આરોગ્ય, ગટરલાઇન, રમતના મેદાન, મહિલા આત્મનિર્ભરતા અને અન્ય જરૂરી મુદ્દાઓ પર વિગતે ચર્ચા થઈ.

ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી જણાવે છે કે ગામોના વિકાસ માટે દરેક સરપંચશ્રી પ્રતિબદ્ધ છે – અને તેમના માર્ગદર્શક અને સહયોગી તરીકે હંમેશા તેમની સાથે ઊભો રહીશ. વિજય સાથે જવાબદારીના ભાવને સ્વીકારી, ગામો નવા નેતૃત્વ હેઠળ વિકાસના નવા પંથે આગળ વધે – એ માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન અને અનેકાનેક શુભકામનાઓ..!


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here