પારડી: શિક્ષણ જગતના મહોત્સવ સમાન ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – 2025’ની સમગ્ર રાજ્યમાં ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પારડી તાલુકાના અંબાચ ગામની પ્રાથમિક શાળામાં ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ પહેલના ઉપક્રમે આજરોજ પારડી ખાતે બાવીસા ફળિયા અંબાચ પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહી નાના ભૂલકાંઓને વાત્સલ્યતાથી મીઠો આવકાર આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો અને તેમને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી જીતુભાઇ ચૌધરી,ગામના સરપંચ શ્રી મનીષાબેન પટેલ, શૈક્ષણિક સ્ટાફ, વાલીઓ અને સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો. ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી દ્વારા બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતા.

