દક્ષિણ ગુજરાત: તાપી જિલ્લાના આદિવાસી વિસ્તારની દીકરી દર્શના વસાવા ધીમે ધીમે માઉન્ટેરીંગ ક્ષેત્રે આગળ વધી રહી છે. તાજેતરમાં ગુજરાત સરકાર ની સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેરીંગ, under the Department of Youth service and Cultural Activities, Gandhinagar દ્વારા આયોજિત ગવર્મેન્ટ સ્પોન્સર માં ARC એડવાન્સ રોક ક્લાઇમ્બિંગ કોર્સ તાલીમ માટે સિલેક્શન થયેલ હતું.
DECISION NEWS ને મળેલી માહિતી મુજબ જ્યાં ગુજરાત અને રાજસ્થાન ના કુલ 30 જેવા તાલીમાર્થી ભાઈઓ અને બહેનો એ ભાગ લીધો હતો. તારીખ 6/6/2025 થી તારીખ 19/6/2025 આમ 15 દિવસીય તાલીમ યોજાઈ હતી. જેમાં દર્શના વસાવા એ ઉત્તમ દેખાવ કરી “A” આલ્ફા ગ્રેડ મેળવી તાપી જિલ્લાના પ્રથમ મહિલા પર્વતારોહણ ક્ષેત્રે કાઠું કાઢ્યું છે. પર્વતારોહણ એ એક આઉટડોર પ્રવૃત્તિ છે જેમાં હાઇકિંગ, રોક ક્લાઇમ્બિંગ, બરફ પર ચઢાણ અને પર્વતો પર ચઢવું અને ઊંચી થી ઊંચાઈએ પહોંચવાનો સમાવેશ થાય છે.
જેમાં શારીરિક શક્તિ, સહનશીલતા અને સંકલનની ખૂબ જ જરૂર હોય છે. આના વગર તમે કોઈ પણ શિખર સર કરી શકતા નથી. હવે પછી ટૂંક સમયમાં આ દિકરી કોચિંગ ની તાલીમ મેળવી હિમાલય ટ્રેકિંગ અને હિમાલયના વિવિધ શિખર સર કરશે.

