ધરમપુર: કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ 2025-26 અંતર્ગત ધરમપુરની બીલપુડી ડુંગરપાડા પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહી નાના-નાના ભૂલકાઓને ઉત્સાહ અને ઉમંગભેર શાળામાં પ્રવેશ કરાવ્યો અને ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયો નાખ્યો.
Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુરની બીલપુડી ડુંગરપાડા પ્રાથમિક શાળાના નાના-નાના ભૂલકાઓને ઉત્સાહ અને ઉમંગભેર ધારાસભ્ય અરવિંદ પટેલનું સ્વાગત કર્યું હતું. બાળકોને શિક્ષણની કીટ આપી શાળા પ્રવેશોત્સવ 2025-26 નિમિત્તે પ્રવેશ કરાવી ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી સંચાર કર્યો હતો.
આ કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ 2025-26 નિમિત્તે ગામના સરપંચ શ્રી, લાયઝન અધિકારીશ્રી, શાળાના આચાર્ય શ્રી, SMC ના સદસ્ય ગણ, શિક્ષકો, ગ્રામજનો તથા મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

