વાંસદા: 77 વર્ષોથી રાહ જોવાતો કાળાઆંબા વાટી બ્રિજ હવે હકીકત બનવા જઈ રહ્યો છે! તાપી, ડાંગ અને વાંસદા ત્રણેય જિલ્લાઓને જોડતો આ મહત્વપૂર્ણ બ્રિજ સાંસદ શ્રી ધવલભાઈ પટેલના અવિરત પ્રયત્નો તથા દૃઢ સંકલ્પ દ્વારા શક્ય બન્યો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે મુખ્યમંત્રી સુધી કરેલી રજૂઆત ફળી છે અને રૂ.16 કરોડના ખર્ચે વાટી કાળા આંબાને જોડતો પુલ બનાવવાની મંજૂરી મળી ગઇ છે. લગભગ ચોમાસા બાદ આ કામગીરી હાથ ધરાશે. આ વાતની જાણ સ્થાનિકોને થતા જ લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. આ બ્રિજથી 20 જેટલા ગામ સાથે જોડાયેલા 20 હજારથી વધુ લોકોને સીધો ફાયદો થશે હોવાનું મનાઈ રહ્યું છે.

સાંસદ ધવલ પટેલ જણાવે છે કે લોકસભાની ચૂંટણીનો વાયદો પુરો કર્યો. વાટી ગામના લોકોએ બ્રિજ ન હોવાના કારણે પડતી મુશ્કેલીને લઈને લોકસભાની ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી ત્યારે તેમને મેં કહ્યું હતું કે મારા પર વિશ્વાસ મુકો હું ચુંટણી જીત્યા બાદ બ્રિજ બનાવવા મારી બધી જ શક્તિ લગાવી દઈશ અને લોકોએ મતદાન કર્યું હતું. આજે તે વાયદો પરીપૂર્ણ કર્યો છે. લોકોના વિશ્વાસની આજે જીત થઇ.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here