ધરમપુર: આપણે સામાન્ય રીતે જોઈએ તો નવા રસ્તાનું નિર્માણ થતું હોય કે પહોળા થતા હોય ત્યારે આસપાસ કે વચ્ચે આવતા વૃક્ષોને કાપીને નામશેષ કરી દેવા આવતા હોય છે પરંતુ આજે વલસાડ-ધરમપુર રોડથી પસાર થતા એક અદ્ભુત દૃશ્ય જોવા મળ્યું!

સમાજસેવક નિલમ પટેલ જણાવે છે કે રસ્તો પહોળો કરવાના કામ દરમિયાન, જ્યાં સામાન્ય રીતે વૃક્ષોને કાપી નાખવામાં આવે છે, ત્યાં એક નવો અભિગમ જોવા મળ્યો. એક વિશાળ વૃક્ષ, જે વર્ષોથી મુસાફરોને છાંયો આપતું હતું, તેને કાપવાને બદલે, ટેકનોલોજીની મદદથી તેના મૂળ સાથે ઉખાડીને બીજી જગ્યાએ લઈ જઈ રહ્યા છે, ક્યાં લઇ જઈ રહ્યા છે એ ખબર નથી, પંરતુ આ પ્રયાસ ન માત્ર પર્યાવરણનું રક્ષણ કરે છે, પરંતુ દરેક વૃક્ષને નવું જીવન આપે છે.

આ આપણે બધા માટે એક પ્રેરણા છે કે રસ્તાઓ, બિલ્ડિંગો કે ડેવલપમેન્ટના કામની જગ્યાએ વૃક્ષો હોય તો કાપીને નામશેષ કરવાને બદલે આપણે આવી ટેકનોલોજી અપનાવી શકીએ અને આપણા વૃક્ષોને બચાવીને આપણે પર્યાવરણ સુરક્ષિત કરી શકીએ..


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here