કપરાડા: આવ્યો વિકસિત ભારતના ઘડવૈયાઓના ઘડતરનો અવસર.. આજરોજ રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવના શુભારંભ અન્વયે કપરાડા તાલુકાની આંબાજંગલ કેન્દ્ર શાળામાં વિવિધ કક્ષાના બાળકોને શૈક્ષિણક કીટ આપીને શાળામાં પ્રવેશ કરાવ્યો.

DECISION NEWS ને મળેલી માહિતી મુજબ શાળા પ્રવેશોત્સવના અવસરે કપરાડા તાલુકાની આંબેજંગલ કેન્દ્ર શાળામાં વિવિધ કક્ષાના બાળકોને ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને પાઠ્યપુસ્તકનું વિતરણ કર્યું તેમજ સૌને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી.

જીતુભાઈ ચૌધરી જણાવે છે કે બાળકોને શૈક્ષણિક કીટ અને પાઠ્યપુસ્તક આપતી વેળાએ મને મારા બાળપણના દિવાસો યાદ આવી ગયા તેમના ચેહરા પરનું સ્મિત હૈયાને ટાઢક આપી ગયું આ અવસરે  શાળાના પ્રાંગણમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહ્વાનને અનુસરીને એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કર્યું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here