વલસાડ: વલસાડ શહેરમાં એક શ્રમિક પરિવારની 15 વર્ષીય સગીરાને છેડતી કરનાર યુવકની વલસાડ સીટી પોલીસે ધરપકડ કરી છે. સગીરા સ્થાનિક કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. આરોપી અયાન શેખ છેલ્લા 6 માસથી સગીરાના ઘર નજીક રહેતો હતો.
અયાન શેખે સગીરાને લોભામણી લાલચો આપી પ્રેમજાળમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. 19મી મેના રોજ કસ્તુરબા હોસ્પિટલ પાસેથી સગીરા એકલી પસાર થતી હતી ત્યારે યુવકે તેની છેડતી કરી હતી. તેણે સગીરા પર પ્રેમ સંબંધ રાખવા દબાણ કર્યું હતું.
પોલીસે સગીરાનું નિવેદન નોંધ્યું હતું. Decision news ને મળેલી માહિતી મુજબ CCTV ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી પુરાવા એકત્રિત કરી આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે

