વલસાડ: વલસાડમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે કિશન પટેલની નિમણુક કરી આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત 2027 માં ભાજપને જીત માટે રસ્તો ગુજરાતમાં નિમાયેલી AICC ટીમે અને રાહુલ ગાંધીએ મોકળો કરી આપ્યો હોવાનું હાલમાં કોંગ્રેસમાં અને સામાન્ય જનતામાં ચર્ચાનો વંટોળ ઉઠયો છે.

વલસાડ જિલ્લાના મોટાભાગના કોંગ્રેસી હોદ્દેદારો સાહિત કાર્યકર્તાઓ માં ભારે નારાજગી જોવા મળી રહી છે મળી રહી છે કાર્યકર્તા સાથે વાત કરતા તેમનું કહેવું છે કે કિશન પટેલ લોકોના કામ કરવામાં એક નિષ્ક્રિય વડીલ છે, નેતા કહેવો યોગ્ય નથી, હશે એ પૂર્વ સાંસદ પણ હાલમાં સ્થાનિક સ્તરે તેમનું કોઈ વચસ્વ રહ્યું નથી એમની પાછળ ઉભા રહેવા માટે પણ માણસો ભાડે લાવવા પડે એવો ઘાટ છે.સમગ્ર જીલ્લાના કોંગ્રેસી કાર્યકર્તાઓમાં વિરોધનો જુવાળ ફેલાયો છે. રાહુલ ગાંધી પણ યુવા યુવા બો કરે છે પણ વલસાડમાં રેસના ઘોડાના સ્થાને એ જ લગ્નના ઘોડાને ઉતારી સાબિત કરી દીધું કે વલસાડની પાંચેય વિધાનસભા જીતવામાં અને સંગઠનને મજબુત બનાવવામાં કોંગ્રેસને કોઈ રસ નથી.

અમે વલસાડ કોંગ્રેસ છોડી રહ્યા છે કેમ કે અમને ખબર છે અહી કોઈ કોંગ્રેસનો કાર્યકર્તાની વેલ્યુ નથી અહી લગ્નના ઘોડા જ દોડાવાશે. પ્રજાના હિતના કાર્યમાં રાતદિવસ દોડાદોડી કરતા યુવાનોને ક્યારેય તક નહિ અપાઈ અહી બસ એસી ગાડીઓમાં ફરનારા અને વડીલોને જ સત્તાની ડોર સોંપાશે.. રાહુલ ગાંધી અને AICC ટીમને અભિનંદન કે તમે આ લગ્નના ઘોડાને ઉતારી હાલમાં આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અને 2027 માં વલસાડ વિધાનસભાની હાર નિશ્ચિત કરી લીધી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here