નસવાડી: હાલમાં નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં વધુ વરસાદ પડવાના કારણે કુકરદા ગામમાં ની વચ્ચે આવેલ કોતર માં પાણી આવ્યું કુકરદા ગામ બે ભાગમાં વહેંચાયેલું છે. લગભગ પાંચ હજાર ની વસ્તી છે. 12 ફળિયા ધરાવતું ગામ છે. આ ગામ બે ભાગ માં વહેંચાયેલૂ છે જેમાંથી માત્ર 4 જ ફળિયા ડામર રસ્તાને જોડતા છે જ્યારે નદી ની બીજી બાજુ બાકીના 8 ફળિયા છે.
જ્યાં શાળા આંગણવાડી આવેલી હોવાથી બાળકો,શિક્ષકો સહિત ગ્રામજનો ને જીવન જોખમે આ પાણી થી ધસમસતા પ્રવાહ માં જીવના જોખમે પસાર થવું પડે છે.બન્ને બાજુ જોડવા માટે વર્ષો થી પુલ ની માંગણી આ વિસ્તાર ના રહીશો કરી રહ્યા છે.જ્યારે કુકરદા ગામના ખાંડીયાઆંબા, ટેકરા,ઓરબાર, ડુક્તા, માઝાબાર, વાંકીકરવ, બુધાકુંડી, માઠા કુંડી, આ ફળિયામાં રસ્તાની સુવિધા નથી.. જેથી આ ગામના લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
સ્થાનિક લોકો વારંવાર ફળિયાને જોડતા રસ્તાઓ અને પુલ બનાવવા માટે રજૂઆત કરી રહ્યા છે.પરંતુ આજ દિન સુધી રસ્તા જેવી પ્રાથમિક સુવિધા કરવામાં આવી નથી.જેથી ગ્રામજનોને વરસાદ માં ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.

